Khergam: ખેરગામ તાલુકાના નાંધઈ ગામે ઔરંગા નદી પર વલસાડ અને નવસારી જિલ્લાને જોડતા બ્રીજનું ખાતમુહૂર્ત કરાયું.

                                                 

Khergam: ખેરગામ તાલુકાના નાંધઈ ગામે ઔરંગા નદી પર વલસાડ અને નવસારી જિલ્લાને જોડતા બ્રીજનું ખાતમુહૂર્ત કરાયું.

આજરોજ તારીખ ૧૫-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના નાંધઈ ગામે ઔરંગા નદી પર વલસાડ અને નવસારી જિલ્લાને જોડતા વર્ષો જૂની માંગણી વાળા નાંધઈ વેદાશ્રમથી ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ પર મેજર બ્રીજ કન્સ્ટ્રક્શનના અંદાજિત ₹5.78 કરોડ કરતાં વધુ રકમના કાર્યનું  પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની સાથે ખાતમૂહુર્ત કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ગ્રામજનોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા.

આ જ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના હોદ્દેદારો,ખેરગામ તાલુકાનાં હોદ્દેદારો,અધિકારીઓ, સામજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.







Comments