Khergam : ખેરગામ પ્રા.શિ.સંઘનાં પૂર્વ પ્રમુખશ્રીનાં પરિવારના તરફથી કુમાર શાળા ખેરગામને સરસ્વતી માતાની આરસની મૂર્તિ ભેટ ધરાઇ.

 

Khergam : ખેરગામ પ્રા.શિ.સંઘનાં પૂર્વ પ્રમુખશ્રીનાં પરિવારના તરફથી કુમાર શાળા ખેરગામને સરસ્વતી માતાની આરસની મૂર્તિ ભેટ ધરાઇ.

તારીખ : ૧૧-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળામાં  શિક્ષક સંઘનાં પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકીના પરિવાર તરફથી સરસ્વતી માતાની ₹ ૨૫,૦૦૦ રૂપિયા કિંમતની આરસની મૂર્તિ ભેટ સ્વરૂપે આપવામાં આવી.  

સૌ પ્રથમ શાળા પરિવારે તેમના પરિવારનું પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. મૂર્તિ સ્થાપનાની પૂજા વિધિ ખેરગામ કેન્દ્રના પૂર્વ સી. આર.સી. જીવણભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતી જશુબેન પટેલના હસ્તે કરવામાં આવી હતી.

ફતેહસિંહ સોલંકી અને તેમનો પરિવાર પહેલેથી જ "સેવા પરમો ધર્મમાં" માનનારો પરિવાર છે. તેઓ શિક્ષક સંઘનાં પ્રમુખશ્રીનાં હોદ્દા દરમ્યાન પણ શિક્ષકોના હિતમાં ઘણાં કાર્યો કર્યા હતા. તેમજ તાલુકાના શૈક્ષણિક કાર્યક્રમોમાં તેમણે તનમન અને ધનથી યોગદાન આપ્યું હતું. હાલ તેઓ સેવા નિવૃત્ત થયેલ હોવા છતાં તેમની દાન  પ્રવૃતિ ચાલુ જ છે.

 તેમણે કુમાર શાળા ખાતે શિક્ષણની દેવી "સરસ્વતી માતાની" મૂર્તિ ભેટ ધરી  શિક્ષક તરીકેનું ઋણ અદા કર્યું.

આ કાર્યક્રમમાં નિવૃત્ત સી. આર.સી. ખેરગામ જીવણભાઈ પટેલ, કુમાર શાળાનાં નિવૃત્ત શિક્ષિકા જશુબેન પટેલ, આછવણીનાં નિવૃત્ત  કેન્દ્ર શિક્ષકશ્રી સુધાબેન સોલંકી, વાડ મુખ્યશાળાનાં આચાર્યશ્રી તથા શિક્ષક સંઘના મહામંત્રી કિરીટભાઈ પટેલ, મિશન ફળિયાનાં આચાર્યશ્રી અરવિંદભાઈ પટેલ, ભસ્તા ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સંજયભાઈ પટેલ, બી. આર.સી. ભવન  ખેરગામના કર્મચારી ભાવેશભાઈ, જીગરભાઈ પટેલ  કુમાર શાળાનાં આચાર્યશ્રી પ્રશાંતભાઈ સહિત શાળા પરિવારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

આ સંદર્ભે કુમાર શાળાનાં આચાર્ય શ્રી પ્રશાંતભાઈ પટેલે ફતેહસિંહ સોલંકી અને તેમના પરિવાર માટે સારા સ્વાસ્થ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી તેમનો અંતઃ કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર સોલંકી તથા મહામંત્રી કિરીટભાઈ પટેલ સહિત સંઘ પરિવાર તરફથી ફતેહસિંહ સોલંકી અને તેમના પરિવારને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.




Comments