નારણપોર પ્રાથમિક શાળામાં ધરમપુરની શ્રીમદ્ રાજચંદ્ર મિશન સંસ્થા દ્વારા આંખોની તપાસ કરવામાં આવી.

 નારણપોર પ્રાથમિક શાળામાં ધરમપુરની શ્રીમદ્ રાજચંદ્ર મિશન સંસ્થા દ્વારા આંખોની તપાસ કરવામાં આવી.

તારીખ ૧૮-૦૬-૨ ૦૨૪નાં  દિને ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળામાં ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર મિશન સંસ્થા દ્વારા શાળાના તમામ બાળકોની આંખની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી. જેમાં જરૂરિયાતમંદ બાળકોને ચશ્મા અને દવા વિના મૂલ્યે આપવામાં આવ્યા હતા. 

ચૂંટણીની આચારસંહિતા પહેલાં પણ ખેરગામ ગામની શામળા ફળિયા સહિત 3 થી 4 શાળાઓમાં આંખની તપાસ કરવામાં આવી હતી પરંતુ ચૂંટણી આચારસંહિતા લાગુ પડતાં આ કાર્યક્રમ થોડા સમય પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હતો. 

આજથી ફરી ખેરગામ તાલુકાની  નારણપોર પ્રાથમિક શાળાથી શરુઆત કરવામાં આવી. જેમાં બાકી રહેલી શાળાઓમાં પણ આંખોની તપાસણી કરવામાં આવશે જેમની જાણ મુખ્ય શિક્ષકોને ટેલીફોનીક દ્વારા જાણ કરવામાં આવી હતી.









Comments