Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો.

 Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો.

શાળાઓના બાળકો દ્વારા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાના ગુણ કેળવાય તે હેતુથી  પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું આયોજન કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું.

નવસારી, તા.૧૬: નવસારી જિલ્લા સ્થિત ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં દ્વારા ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો હતો. ઈકો કલબ હેઠળ શાળાના શિક્ષિકા લક્ષ્મીબેન પટેલ દ્વારા વિધાર્થીઓ માટે નજીકના સ્થળે પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું  આયોજન કરી વિધાર્થીઓને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સ્થાનિક વિસ્તારની વિવિધ વનસ્પતિથી વિધાર્થીઓને વાકેફ કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું હતું. 

વિદ્યાર્થીઓને નજીકના ગામ તથા સ્થાનિક પ્રવાસન સ્થળની મુલાકાત કરાવવી, વિધાર્થીઓના અલગ અલગ જૂથ બનાવી જુદા જુદા કામ સોંપવામાં આવ્યા હતા. જેમાં વનસ્પતિ શાસ્ત્ર, વિસ્તારનો ઇતિહાસ, ભૂગોળ, સ્થાનિક રીતિરીવાજો અને પરંપરાઓ, હસ્તકલાઓ વગરે બાબતોમાં આચાર્ય રાકેશભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાઓના બાળકો દ્વારા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાના ગુણ કેળવાય તે હેતુથી  "ECO CLUBS FOR MISSION LIFE" અંતર્ગત શાળા કક્ષાએ સપ્તાહ ઉજવણી અંગેની સમજ આપવામાં આવી હતી. જેમાં પ્રતિ દિન એક વિષય/થીમ જેમ કે ૧. સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર, ૨. પોષણયુક્ત ખોરાકનો સ્વીકાર, ૩. ઇલેક્ટ્રોનિક કચરાનો યોગ્ય નિકાલ, ૪. ઉર્જા બચાવો અભિયાન, ૫. પાણી બચાવો અભિયાન, ૬. સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના કહો. પ્રવૃત્તિઓ કેવી રીતે કરી શકાય તેની સમજણ આચાર્યશ્રી રાકેશભાઈ ધીવર દ્વારા આપવામાં આવી હતી. આ પ્રવૃતિમાં શાળાના બાળકો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીના શપથ લીધા હતા.

Comments